THE INDIAN SOCIOLOGIST

એવોર્ડી ટીચર્સ ફેડરેશન નાં સ્થાપક પ્રમુખ માનસિંગભાઈ ચૌધરીનું ગાંધીનગર મધ્યે નિધન થતાં શોક ની લાગણી ફેલાઈ.

એવોર્ડી ટીચર્સ ફેડરેશન નાં સ્થાપક પ્રમુખ માનસિંગભાઈ ચૌધરીનું ગાંધીનગર મધ્યે નિધન થતાં  શોક ની લાગણી ફેલાઈ.


ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી ટીચર્સ ફેડરેશન નાં સ્થાપક પ્રમુખ માનસિંગભાઈ ચૌધરીનું ગાંધીનગર મધ્યે ચાલુ ફંકશને 25મી જુલાઈના નિધન થતાં કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યના એવોર્ડી શિક્ષકોમાં શોક ની લાગણી ફેલાઈ.

ગુજરાત રાજ્ય( રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી ટીચર્સ ફેડરેશન ના સ્થાપક પ્રમુખ માનસિંગભાઈ ચૌધરી નું 86 વર્ષની ઉંમરે, તા. 25 /7 ને શુક્રવાર ના બપોર ના ત્રણ વાગ્યે, નવોદય વિદ્યાલય- ગાંધીનગર મધ્યે, ચાલુ ફંકશને, હાર્ટ એટેક આવવા થી દુઃખદ નિધન થતા કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યના એવોર્ડી શિક્ષક ભાઈ- બહેનોમાં ભારે શોક ની લાગણી ફેલાઈ છે.

ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશન ના સંગઠન મંત્રી, માંડવીના દિનેશભાઈ શાહે,એવોર્ડી ટીચર્સ ફેડરેશન ના સ્થાપક પ્રમુખ માનસિંગભાઈ ચૌધરીને શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે, તેમને રાજ્ય અને રાષ્ટ્રીય બંને એવોર્ડ મળ્યા હતા. સ્કાઉટ ગાઈડ માં તેમણે વિશ્વ લેવલે ગુજરાતનું નામ રોશન કરેલ છે. તેઓ જીવનમાં અંત સુધી એવોર્ડી શિક્ષકો માટે ઝઝુમ્યા હતા. તેઓ નવોદય વિદ્યાલય- ગાંધીનગર મધ્યે સ્કાઉટ ગાઈડ ની દસ દિવસની તાલીમ આપવા ગાંધીનગર આવ્યા હતા. તાલીમના સાતમા દિવસે તા. 25 /7 ના રોજ હાર્ટ એટેક આવવાથી તેમનું દુઃખદ નિધન થયું હતું. તેઓએ 20(વીસ)થી વધારે દેશો નો પ્રવાસ કર્યો હતો. તેમણે માંડવી, ભુજ, અંજાર અને ગાંધીધામ માં એવોર્ડી શિક્ષકોને માર્ગદર્શન આપવા અનેક વખત આવ્યા હતા.

ગુજરાતના એવોર્ડી શિક્ષકો નો વર્ષોથી વણ ઉકેલ પ્રશ્ન "ગુજરાત રાજ્યના નિગમની એસટી બસો માં "નિઃશુલ્ક મુસાફરી નો પ્રશ્ન તેમની મહેનતથી જ ઉકેલાયો હતો.

છેક છેલ્લા શ્વાસ સુધી એવોર્ડી ટીચર્સ ના પ્રશ્નો બાબતે ઝનુન થી લડત આપનારા માનસિકભાઈ ચૌધરી ના નિધન થી ગુજરાતના એવોર્ડી શિક્ષકોને પૂરી ન શકાય તેવા નેતાની ખોટ પડી છે.

તેમનું બેસણું આવતીકાલે તા. 27/ 7 ને રવિવાર ના સવાર ના 8:00 થી સાંજે 5:00 કલાક સુધી આલપાલ દાદાની વાડી, ચિત્રોડા મોટા, તા.વિસનગર (જીલ્લો મહેસાણા)માં રાખવામાં આવેલ છે.


Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST