માંડવીના મામલતદાર વિનોદભાઈ ગોકલાણી નો સેવા નિવૃત્તિ વિદાય સન્માન કાર્યક્રમ
માંડવી માં 30 મી જુલાઈને બુધવારના રોજ માંડવીના મામલતદાર વિનોદભાઈ ગોકલાણી નો ત્રણ સંસ્થાનું સંયુક્ત સેવા નિવૃત્તિ વિદાય સન્માન કાર્યક્રમ યોજાશે.
માંડવી શહેરની 31 જેટલી સંસ્થાઓ અને અન્ય મહાનુભાવો સન્માન કાર્યક્રમમાં જોડાશે.
વય મર્યાદા ના કારણે સેવા નિવૃત્ત થતા માંડવીના કર્મઠ- ફરજ નિષ્ઠ મામલતદાર વિનોદભાઈ કાંતિલાલ ગોકલાણી નો 30-7 ને બુધવારે સાંજે 4:30 વાગે માંડવીની લોહાણા બોર્ડિંગ( પોસ્ટ ઓફિસ પાસે) માંડવીમાં વિદાય સન્માન કાર્યક્રમ યોજાશે .
માંડવીની ત્રણ સંસ્થા લોહાણા બોર્ડિંગ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા આયોજિત આ કાર્યક્રમમાં માંડવી શહેરની 31 જેટલી સંસ્થાઓ અને અન્ય મહાનુભાવો વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા માંડવીના મામલતદાર વિનોદભાઈ ગોકલાણી નું અભિવાદન કરશે .
આ વિદાય સન્માન કાર્યક્રમમાં 12 સિલાઈ મશીન, ચાર વોટર કુલર ,એક ટ્રાઈસિકલ અને એક વ્હીલચેરનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
કાર્યક્રમનું સંચાલન વિશ્રામભાઇ ગઢવી (કચ્છી સાહિત્યકાર) કરશે જ્યારે સંકલન નીતિનભાઈ ચાવડાએ કરેલ છે.
આ કાર્યક્રમને સુપેરે પાર પાડવા માંડવી લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા અને સહમંત્રી હસમુખભાઈ ઠક્કર તથા અંધ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહ તેમજ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી ,ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા અને મંત્રી સલીમભાઈ ચાકી જહેમત ઉઠાવી રહ્યા છે.