THE INDIAN SOCIOLOGIST

માંડવી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે ૧૪મી જુલાઈથી ૪૬ દિવસના રત્નત્રયી તપનો શુભારંભ

માંડવી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે ૧૪મી જુલાઈથી ૪૬ દિવસના રત્નત્રયી તપનો શુભારંભ


માંડવી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે ૧૪મી જુલાઈને સોમવારથી ૪૬ દિવસના રત્નત્રયી તપનો શુભારંભ થશે

૧૩મી જુલાઈને રવિવારના તપસ્વીઓ અતરવાયણા કરશે

માંડવી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે ૧૪મી જુલાઈને સોમવારથી ૪૬ દિવસના રત્નત્રયી તપનો માંડવીમાં શુભારંભ થશે.

આત્મહીતદેશક પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી તીર્થભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમ પૂજ્ય મુનિરાજશ્રી તીર્થરશ્મિવિજયજી મહારાજ સાહેબ, તીર્થબાહુવિજયજી મહારાજ સાહેબ અને તીર્થમંગલવિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા ૩ તથા સાધ્વીજી ભગવંત જિનદીક્ષાશ્રીજી મહારાજ સાહેબ અને જિનપ્રતિક્ષાશ્રીજી મહારાજ સાહેબ આદી ઠાણા ૨ ની પાવન નિશ્રામાં સોમવારથી ૪૬ દિવસના રત્નત્રયી તપનો શુભારંભ થશે.

સાધુ ભગવંતોના જણાવાયા મુજબ આ તપ જ્ઞાન - દર્શન અને ચારિત્રની આરાધના સમાન છે જેમાં પહેલે અને છેલ્લે છઠ (બે ઉપવાસ) અને ઉપવાસના પારણે બ્યાસણા કરવાના હોય છે તપસ્વીઓ તા.૧૩-૦૭ ને રવિવારના અતરવાયણા કરશે. અતરવાયણા કરાવવાનો લાભ માંડવી તપગચ્છ જૈન સંઘના મંત્રી વિરલકુમાર વાડીલાલ શાહ અને ટ્રસ્ટી અતુલભાઇ હરિલાલ શાહે લીધો હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું છે.

તપસ્વીઓને બ્યાસણા કરાવવાનો લાભ જુદા-જુદા દાતાશ્રીઓએ લીધેલ છે. રત્નત્રયી તપનું સમાપન ૨૭મી ઓગસ્ટના થશે

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST