શ્રી સેવા મંડળે દાતાના સહયોગથી રૂા. ૧લાખ નું દાન ભોજાય સર્વોદય ટ્રસ્ટને આપ્યું
માંડવીમાં સેવા મંડળમાં યોજાયેલા નેત્ર નિદાન અને સારવાર કેમ્પનો કુલ ૩૭ દર્દીઓએ લાભ લીધો
માંડવીના સેવા મંડળ અને ભોજાય સર્વોદય ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે, “મોતિયા મુકત કચ્છ અભિયાન” અંતર્ગત આંખોની તપાસણી અને સારવારનો આઠમોનિઃશુલ્ક મેડીકલ કેમ્પ તાજેતરમાં મંછારામ બાપુના વાડામાં યોજાયો હતો. આ કેમ્પમાં કુલ ૩૫ દર્દીઓએ લાભ લીધો હતો. ઓપરેશન લાયક ૬ દર્દીઓના ઓપરેશન, ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં ભોજાય (તા. માંડવી) માંનિઃશુલ્ક કરી અપાયા હતા. ભોજાય આવવા—જવાની વ્યવસ્થા માંડવીના સેવામંડળે કરી હતી.
આ કેમ્પમાં મૂળ માંડવીના પરંતુ હાલમાં અમેરિકા નિવાસી અને સેવામંડળના કાયમી દાતા ડો. ધીરજભાઈ હરીલાલ શાહના સૌજન્યથી, ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલ ને રૂપિયા ૧૦૦૦૦૦/– નું દાન અપાયું હતું. આ કેમ્પમાં ઉપસ્થિત રહેલા ભોજાય સર્વોદય ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભાઈલાલભાઈ શાહને રૂપિયા ૧૦૦૦૦૦/– નાદાનનો ચેક સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને ટ્રસ્ટી મંડળના ચંદ્રશેનભાઈ શાહ, જયેશભાઈ શાહ અને દિનેશભાઈ મણીલાલ શાહે અર્પણ કર્યો હતો. આ પ્રસંગે ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલના આંખના ડો. સતીશભાઈ જોષી અને યશદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
દાતા પરિવારની દિલેરીને બિરદાવી લીલાધરભાઈ ગડા (અધા) એ શ્રી સેવા મંડળ તથા ડો. ધીરજભાઈ શાહનો આભાર વ્યકત કર્યો હતો.
આંખના કેમ્પમાં ડો. સતીશભાઈ જાષીએનિદાનાત્મક કાર્ય કરેલ હતું. જયારે માંડવી સેવા મંડળના સ્ટાફના દિપકભાઈ સોની, ડોલીબેન રાઠોડ અને રેખાબેન સોની સહયોગી રહ્યા હતા.